📌 મહત્વપૂર્ણ નોંધ: ટચુકડી નો ઉપયોગ કરીને, તમે નીચે દર્શાવેલા તમામ કાનૂની નિયમો અને શરતોથી સંમત થાવ છો. આ કરાર ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટ અને તેના સુધારા હેઠળ કાયદેસર રીતે માન્ય છે. જો તમને આ નિયમો મંજૂર ન હોય, તો કૃપા કરીને આ સાઇટનો ઉપયોગ કરશો નહીં.
કલમ ૧ પ્લેટફોર્મની મધ્યસ્થી તરીકેની ભૂમિકા
ટચુકડી એ માત્ર ખરીદનાર અને વેચનારને જોડવા માટેનું એક ડિજિટલ પ્લેટફોર્મ છે. કાયદા મુજબ, અમે સાઇટ પર યુઝર દ્વારા મુકવામાં આવતી કોઈપણ માહિતી, જાહેરાત કે વસ્તુઓ માટે કાયદેસર રીતે જવાબદાર નથી. અમે કોઈ પણ વસ્તુ વેચતા નથી, ખરીદતા નથી કે તેની ગુણવત્તાની કોઈ ગેરંટી આપતા નથી.
કલમ ૨ માહિતીની સચોટતા અને કોઈ ગેરંટી નહીં
આ વેબસાઈટ પર આપેલી માહિતીની ખરાઈ કરવી એ ખરીદનારની પોતાની જવાબદારી છે. ટચુકડી કોઈપણ જાહેરાતની સચોટતા, સંપૂર્ણતા અથવા સલામતીની કોઈ ગેરંટી કે વોરંટી આપતું નથી. જાહેરાત પર વિશ્વાસ મૂકીને લીધેલા નિર્ણય માટે યુઝર પોતે જ જવાબદાર રહેશે.
કલમ ૩ યુઝરની જવાબદારીઓ અને પ્રતિબંધો
- વેચાણ માટે મુકેલી વસ્તુની સાચી અને સચોટ માહિતી આપવી એ યુઝરની કાનૂની ફરજ છે.
- સાઇટ પર કોઈપણ ગેરકાયદેસર, ચોરીની, હથિયાર, ડ્રગ્સ કે નકલી વસ્તુઓની જાહેરાત મુકવી સખત મનાઈ છે.
- અપશબ્દો, અશ્લીલ ભાષા કે કોઈની ધાર્મિક ભાવના દુભાય તેવી પોસ્ટ કરવા પર એકાઉન્ટ તરત જ કાયમી ધોરણે ડીલીટ કરવામાં આવશે અને જરૂર પડ્યે કાનૂની કાર્યવાહી કરવામાં આવશે.
કલમ ૪ નાણાકીય લેવડ-દેવડ અને છેતરપિંડી
કોઈપણ નાણાકીય લેવડ-દેવડ સંપૂર્ણપણે ખરીદનાર અને વેચનાર વચ્ચેની અંગત બાબત છે. અમે તમામ યુઝર્સને સલાહ આપીએ છીએ કે વસ્તુ રૂબરૂ જોયા વગર કે વ્યક્તિની ખરાઈ કર્યા વગર કોઈપણ પ્રકારનું ઓનલાઈન પેમેન્ટ કરવું નહીં. જો તમારી સાથે કોઈ છેતરપિંડી થાય, તો તેમાં ટચુકડી કે તેના સંચાલકો કોઈ પણ રીતે જવાબદાર રહેશે નહીં.
કલમ ૫ પેઇડ સર્વિસ (POST, VIP, PIN, ADS) અને રિફંડ પોલિસી
- અમે સાઇટ પર સામાન્ય જાહેરાત (POST) મૂકવા, VIP એકાઉન્ટ બનાવવા, જાહેરાત PIN કરવા, ADS (પ્રમોશન) ચલાવવા અને એજન્ટ દ્વારા જાહેરાત મુકાવવા જેવી સર્વિસ માટે ફી લઈએ છીએ.
- આ પેઇડ સર્વિસ માત્ર પ્લેટફોર્મ પર તમારી જાહેરાતને મુકવા અને હાઇલાઇટ કરવા પૂરતી સીમિત છે. અમે કોઈ પણ વસ્તુ વેચાવાની કે તમને ગ્રાહક મળવાની કોઈ જ કાનૂની ગેરંટી આપતા નથી.
- પેઇડ સર્વિસ માટે ચૂકવેલ ફી કોઈપણ સંજોગોમાં પાછી આપવામાં આવશે નહીં (100% No Refund Policy).
- જો યુઝર અમારા કોઈ પણ નિયમનો ભંગ કરે (જેમ કે ખોટી માહિતી, છેતરપિંડી કે સ્પેમ), તો એડમિન દ્વારા પૂર્વ સૂચના વિના યુઝરની જાહેરાત કે એકાઉન્ટ તાત્કાલિક ડીલીટ કરી શકાશે. આવા કિસ્સામાં કોઈ રિફંડ મળશે નહિ.
- ઓનલાઇન પેમેન્ટ ગેટવે (Payment Gateway) માં થતી કોઈ પણ ટેકનિકલ ખામી કે બેંક સર્વર ડાઉન હોવાને કારણે પેમેન્ટ ફેલ થાય, તો તેના માટે ટચુકડી જવાબદાર રહેશે નહિ.
કલમ ૬ યુઝરનેમ અને બૌદ્ધિક સંપદા હકો
- વેબસાઈટ પર વહેલા તે પહેલાના ધોરણે યુઝરનેમ અપાય છે, પરંતુ કોઈ પણ યુઝર પોતાના યુઝરનેમનો કાયમી માલિક નથી.
- જો કોઈ યુઝર કોઈ પ્રખ્યાત કંપની, રજીસ્ટર્ડ ટ્રેડમાર્ક, સેલિબ્રિટી, જાણીતા વ્યક્તિ કે ફેમસ બ્રાન્ડનું નામ પોતાના યુઝરનેમ તરીકે વાપરે, તો ટચુકડી પાસે કોઈ પણ પૂર્વસૂચના વિના તે યુઝરનેમ પાછું ખેંચવાનો અથવા બદલવાનો સંપૂર્ણ અધિકાર છે.
- અમે વપરાશકર્તા દ્વારા મુકવામાં આવેલા ફોટાઓ કે માહિતી પર કોઈ માલિકી હક્ક ધરાવતા નથી, પરંતુ સાઇટ પર જાહેરાત મુકીને તમે અમને તેને દર્શાવવાની પરવાનગી આપો છો.
કલમ ૭ જાહેરાત ડીલીટ અને એકાઉન્ટ રદ કરવાના અધિકારો
- યુઝરના અધિકાર: કોઈપણ યુઝરને પોતાની મુકેલી જાહેરાત ગમે ત્યારે જાતે જ ડીલીટ (Remove) કરવાની સંપૂર્ણ પરવાનગી છે. જો કે, પેઇડ જાહેરાત (POST, PIN વગેરે) જાતે ડીલીટ કરવા પર ચૂકવેલી ફી રિફંડ મળશે નહિ.
- એડમિનના અધિકાર: ટચુકડીના સંચાલકો પાસે કોઈપણ પૂર્વ સૂચના વિના શંકાસ્પદ કે નિયમ વિરુદ્ધની જાહેરાત હટાવવાનો અથવા યુઝર એકાઉન્ટને બ્લોક કરવાનો સંપૂર્ણ અને અંતિમ અધિકાર છે. તેના માટે કોઈ પણ કાયદેસરની કાર્યવાહી કરી શકાશે નહીં.
- પોસ્ટ રિમૂવલ અને સોલ્ડ (SOLD) માર્કિંગની યુઝરની ફરજ: જ્યારે પણ તમારી વસ્તુ (ટ્રેક્ટર, પશુ, વાહન કે સાધન) વેચાઈ જાય કે સોદો પૂર્ણ થાય, ત્યારે તરત જ તેને ટચૂકડી પર "SOLD" (વેચાઈ ગયું) માર્ક કરવી અથવા પોસ્ટ ડીલીટ કરી દેવી એ સંપૂર્ણપણે જે-તે યુઝરની પોતાની અંગત ફરજ રહેશે. જો યુઝર જાહેરાત હટાવવામાં બેદરકારી દાખવે અને તેના કારણે તેને સતત ફોન કોલ્સ કે પૂછપરછ આવે, તો તેના માટે ટચૂકડી પ્લેટફોર્મ, તેના ઓનર, એડમિન કે એજન્ટો કોઈ પણ સંજોગોમાં જવાબદાર રહેશે નહીં.
કલમ ૮ કાનૂની અધિકારક્ષેત્ર
આ નિયમો અને શરતો ભારતીય કાયદા હેઠળ સંચાલિત થશે. જો ટચુકડી પ્લેટફોર્મ સાથે જોડાયેલો કોઈપણ કાનૂની વિવાદ ઊભો થાય, તો તેનો ન્યાયિક અધિકારક્ષેત્ર માત્ર ગુજરાત રાજ્યની સ્થાનિક અદાલતોને જ આધીન રહેશે.
કલમ ૯ વપરાશકર્તાની ઉંમર અને લાયકાત
આ પ્લેટફોર્મનો ઉપયોગ કરવા માટે યુઝરની ઉંમર ભારતીય કાયદા મુજબ ઓછામાં ઓછી ૧૮ વર્ષ હોવી ફરજિયાત છે. સગીર વયના બાળકોએ તેમના વાલીની દેખરેખ હેઠળ જ સાઇટનો ઉપયોગ કરવો. જો ૧૮ વર્ષથી ઓછી ઉંમરના કોઈ યુઝર દ્વારા આર્થિક લેવડ-દેવડ થાય, તો તે માટે ટચુકડી કાયદેસર રીતે જવાબદાર રહેશે નહિ.
કલમ ૧૦ ગોપનીયતા, ડેટા અને કૂકીઝ (Cookies)
તમારી ગોપનીયતા અમારા માટે મહત્વપૂર્ણ છે. અમે સાઇટના બહેતર અનુભવ માટે બ્રાઉઝર કૂકીઝ (Cookies), ગૂગલ એનાલિટિક્સ (Google Analytics) અને તૃતીય-પક્ષ જાહેરાત સેવાઓનો ઉપયોગ કરીએ છીએ. ટચુકડીનો ઉપયોગ કરીને તમે અમારી પ્રાઇવસી પોલિસી અને ડેટા સંગ્રહના નિયમો સાથે સંમત થાઓ છો. અમે ક્યારેય તમારો પાસવર્ડ કે અગત્યનો ડેટા કોઈને વેચતા નથી.
કલમ ૧૧ ક્ષતિપૂર્તિ (Indemnification)
જો યુઝર દ્વારા સાઇટ પર કોઈ ગેરકાયદેસર વસ્તુ મુકવામાં આવે, કોઈ કોપીરાઇટનો ભંગ થાય, અથવા અન્ય કોઈ વ્યક્તિ સાથે છેતરપિંડી થાય, તો તેની સંપૂર્ણ જવાબદારી જે-તે યુઝરની જ રહેશે. આવા કોઈપણ કિસ્સામાં કાનૂની ખર્ચ અથવા દંડમાંથી યુઝર ટચુકડી, તેના માલિકો, અને સંચાલકોને સંપૂર્ણપણે મુક્ત (Indemnify) રાખવા સંમત થાય છે.
કલમ ૧૨ થર્ડ-પાર્ટી લિંક્સ અને જાહેરાતો
આ વેબસાઈટ પર ગૂગલ અથવા અન્ય થર્ડ-પાર્ટી એજન્સીઓ દ્વારા મુકવામાં આવતી જાહેરાતો (Ads) હોઈ શકે છે. આ જાહેરાતો પર ક્લિક કરીને તમે કોઈ બીજી વેબસાઈટ પર જાવ, તો તે વેબસાઈટના નિયમો અને સુરક્ષા માટે ટચુકડી જવાબદાર રહેશે નહીં. કૃપા કરીને કોઈપણ થર્ડ-પાર્ટી સાઇટ પર તમારી અંગત માહિતી આપતા પહેલા પૂરતી ચકાસણી કરવી.
કલમ ૧૩ લોકેશન આધારિત ગ્રુપ ચેટ (Group Chat) ના નિયમો
- આદરપૂર્વક વાત કરો: ગ્રુપમાં અન્ય સભ્યો સાથે હંમેશા સભ્યતા અને આદરથી વાત કરવી. કોઈપણ પ્રકારની ગાળાગાળી કે અપમાનજનક ભાષાનો ઉપયોગ કડક રીતે વર્જિત છે.
- સ્પામ અને જાહેરાતો નહિ: ગ્રુપમાં નકામા મેસેજ, ફોરવર્ડેડ મેસેજ, કે કોઈપણ પ્રકારની માર્કેટિંગ/જાહેરાત (Spam) પોસ્ટ ન કરવી.
- ગેરકાયદેસર કે અયોગ્ય કન્ટેન્ટ: કોઈપણ પ્રકારના ખોટા સમાચારો (Fake News), અશ્લીલતા, ધાર્મિક કે રાજકીય વિવાદ ઊભો કરે તેવો ડેટા શેર ન કરવો.
- વ્યક્તિગત માહિતી સુરક્ષા: તમારી કે અન્ય કોઈની અંગત માહિતી (જેમ કે પાસવર્ડ, OTP કે બેંકની વિગતો) અહીં ક્યારેય શેર ન કરવી.
- એડમિનના અધિકાર: આ નિયમોનું ઉલ્લંઘન કરનાર કોઈપણ યુઝરને એડમિન દ્વારા ચેતવણી આપ્યા વગર સીધા જ ગ્રુપમાંથી કાયમ માટે બ્લોક (Block) કરવામાં આવશે.
કલમ ૧૪ એડમિન અને માલિકની સંપૂર્ણ કાનૂની મુક્તિ (Complete Legal Immunity)
- ટચુકડી વેબસાઈટના માલિક, મુખ્ય એડમિન, ડેવલોપર્સ કે મેનેજમેન્ટ કોઈપણ સંજોગોમાં યુઝર દ્વારા થતા કોઈપણ પ્રકારના નુકસાન (આર્થિક, શારીરિક કે માનસિક) માટે કાનૂની રીતે કે આર્થિક રીતે જવાબદાર રહેશે નહીં.
- જો કોઈ યુઝર બીજી વ્યક્તિ સાથે છેતરપિંડી કરે કે કોઈ ગેરકાયદેસર કામ કરે, તો પોલીસ કે કાનૂની કાર્યવાહીમાં માલિકનું કે એડમિનનું નામ જોડી શકાશે નહીં.
કલમ ૧૫ એજન્ટ (Agent) અને પ્રમુખ (Pramukh) સંબંધિત શરતો
- ટચુકડી પ્લેટફોર્મ સાથે જોડાયેલા કોઈપણ એજન્ટ કે પ્રમુખ સ્વતંત્ર રીતે કામ કરે છે.
- જો કોઈ એજન્ટ તમને ખોટા વચનો આપે, વધારે પૈસા માંગે, કે ખોટી માહિતી આપે, તો તે એજન્ટની પોતાની અંગત જવાબદારી રહેશે.
- ટચુકડીના માલિક કે એડમિન આવા એજન્ટના કોઈપણ કામ, કૌભાંડ કે વચનો માટે બંધાયેલા કે જવાબદાર નથી.
- કોઈ એજન્ટ ગ્રાહક પાસેથી ટચુકડીના નામે પૈસા ઉઘરાવીને કંપનીને જમા ન કરાવે અથવા ઉચાપત કરે, તો કંપની તેની સામે ક્રિમિનલ કેસ (પોલીસ ફરિયાદ) કરી શકે છે.
કલમ ૧૬ સિસ્ટમ, ડેટા લોસ અને સર્વર ડાઉન (Technical & Data Liability)
- વેબસાઈટ પર મુકાયેલો તમારો ડેટા (જાહેરાત, ફોટા, એકાઉન્ટ માહિતી) કોઈપણ ટેક્નિકલ ખામી, સર્વર ક્રેશ, કે હેકિંગના કારણે ડીલીટ થઈ જાય કે ખોવાય જાય, તો ટચુકડી મેનેજમેન્ટ તેની કોઈ ગેરંટી લેતું નથી.
- આવા કોઈપણ ડેટા લોસ કે સિસ્ટમ ડાઉન થવાના કિસ્સામાં કોઈ કાનૂની વળતર ચૂકવવામાં આવશે નહીં.
કલમ ૧૭ સોશિયલ મીડિયા અને માર્કેટિંગ પ્રમોશન લાયસન્સ (સંપૂર્ણ કાનૂની સુરક્ષા)
- જ્યારે પણ કોઈ વપરાશકર્તા ટચૂકડી પ્લેટફોર્મ પર પોતાની જાહેરાત, ફોટા, વિડિયો કે વિગતો મૂકે છે, ત્યારે તે પ્લેટફોર્મને તેની જાહેરાત વધુ લોકો સુધી પહોંચે અને વસ્તુ ઝડપથી વેચાય તે શુભ હેતુથી વિવિધ સોશિયલ મીડિયા માધ્યમો (જેમ કે YouTube, Facebook, Instagram, WhatsApp ગ્રૂપ્સ, ટેલિગ્રામ કે ડિજિટલ પ્રમોશનલ બેનર્સ) પર વિનામૂલ્યે (Royalty-free) પ્રદર્શિત અને પ્રમોટ કરવાનો સંપૂર્ણ અને અફર કાયદેસર અધિકાર આપે છે.
- આ પ્રમોશન માત્ર યુઝરના વેચાણમાં મદદ કરવા માટે જ છે. તેના માટે કોઈ યુઝર કંપની, પ્લેટફોર્મના ઓનર (માલિક), એડમિન કે એજન્ટો સામે કોઈ રોયલ્ટી, કમિશન, વળતર કે નુકસાનીનો કાનૂની દાવો કરી શકશે નહીં. ઓનર કે એજન્ટો પર આવી કોઈ કાનૂની જવાબદારી રહેશે નહીં.
- જો કોઈ વપરાશકર્તા પોતાની જાહેરાત સોશિયલ મીડિયા પર શેર કરવા ન માંગતો હોય, તો તેણે પોતાની જાહેરાત પ્લેટફોર્મ પરથી જાતે જ ડીલીટ કરી દેવાની રહેશે અથવા પોતાનું એકાઉન્ટ બંધ કરીને પ્લેટફોર્મનો ઉપયોગ છોડી દેવાનો રહેશે. સાઇટ પર જાહેરાત ચાલુ રાખવી એ આ શરતની સંપૂર્ણ અને કાનૂની સ્વીકૃતિ ગણાશે.
છેલ્લે અપડેટ કરેલ: ૨૯ ઓક્ટોબર, ૨૦૨૬
ટચુકડી મેનેજમેન્ટને કોઈપણ સમયે આ નિયમોમાં ફેરફાર કરવાનો અધિકાર છે. કૃપા કરીને નિયમિતપણે આ પૃષ્ઠની મુલાકાત લો.